સ્પર્શ

તારો એ અછડતો સ્પર્શ , જાણે કેટલા એ સુષ્ત સ્પંદનો ને જગાવી ગ્યો, તારો એ સ્પર્શ , યાદો ને તાજા કરી ગયો , તારો એ સ્પર્શ , સુતેલા અરમાનો ને જગાવી ગયો , તારો એ સ્પર્શ , મોત ના ડર ને મિટાવી ગ્યો , તારો એ સ્પર્શ , ફરી થી મને જીવાડી ગયો , તારો…

મિત્રતા

પ્રિય પ્રિન્સ, જાણું છું આજે તમને પ્રિન્સ કેહવાનો હક નથી રહ્યો કદાચ મને , પણ આ છેલ્લો પત્ર છે મારો તમને , ત્યાર બાદ હું રાહ જોઇશ એ દિવસ ની જયારે મને ફરી થી આ હક તમે ખુશી ખુશી થી આપશો. વરસો પેહલા આપણે એક જ નિશાળ માં સાથે ભણ્યા અલગ અલગ વર્ગ માં ત્યારે…

પ્રિય મિત્ર

પ્રિય મિત્ર , દુનિયા ની ભીડ ભાડ , ઘર , નોકરી , સંબધીઓ બધા ની સાથે સમય આપવામાં ક્યારેક તું મને જ ભૂલી જાય છે , મને ઘણું બધું કહેવાનું ભૂલી જાય છે. એ બચપણ ના દિવસો પણ કેટલા મસ્ત હતા, ના દુનિયા ની કંઈ મગજમારી, ના કોઈ માથાકૂટ, ના કોઈ રોક ટોક , મજા…

મારા પથદર્શક- વિમલ સર

દરેક ના જીવન માં શિક્ષકો નો અમૂલ્ય ફાળો હોય છે , પણ એક શિક્ષક એવા હોય છે જેમના માટે એમને બીજા કરતા થોડું વધુ માન હોય છે કેમ કે એ એમના માટે પોતાના આદર્શ બની ચુક્યા હોય છે , એમને બીજા શિક્ષક કરતા થોડું વધુ મહત્વ નો પાઠ આપ્યો હોય છે. મારા જીવન માં પણ…

સ્વયં વિચારજો

પોતે જ જરા વિચારજો…….. Father’s day, mother’s day ના દિવસે બધા એ ફેસબૂક , વ્હોટ્સએપ જેવા સોશ્યિલ મીડિયા માં ઘણી બધી પોસ્ટ કરી , પણ શું Father’s day, mother’s day ના એક જ દિવસે પોતાના પિતા ને માન – સન્માન આપી ને તેમનો ધન્યવાદ કરી ને આપણે એમણે આપણા માટે વેંઢેલી મુસીબત ,  આપણા માટે કરેલા ત્યાગ ની ભરપાઈ કરી દઇશુ? ઘણા લોકો તો એવા પણ હશે કે ઘર માં પોતાના પિતા નું માન જરા પણ નહીં રાખતા હોય પણ ફેસબૂક  , વ્હોટ્સએપ જેવા સોશ્યિલ મીડિયા માં ઘણી બધી પોસ્ટ કરી હશે, શું આ છે Father’s day, mother’s day? બધા એ પોસ્ટ કરી હશે પણ સાચે માં પોતાના પિતા ને કેટલા લોકો એ આભાર માન્યો ? અને શું એમનો આભાર માનવો એ સારું છે ? શું માતા ને પિતા નો આભાર માનવો એ એમણે આપણા માટે કરેલા ત્યાગ ની ભરપાઈ છે ? આજે દુનિયા માં જુદા જુદા દિવસો ની ઉજવણી થાય છે , પશ્ચિમ ના દેશો માં તો સંતાન 18 વર્ષ ની થાય એટલે માતા પિતા ની જવાબદારી પૂર્ણ થઈ જાય છે, પણ શું આપણા દેશ માં પણ એવું છે? ત્યાં એટલા માટે જ આવા Father’s day, mother’s day દિવસો ની ઉજવણી થાય છે.. કે એ એક દિવસ સંતાન પોતાના માતા પિતા સાથે રહે અને એમનો આભાર વ્યક્ત કરે. પણ શું આપણે લોકો કદી પોતાના માતા પિતા નો એક દિવસ આભાર વ્યક્ત કરી ને એમનું ઋણ ચૂકવી શકશુ ? ઘણા લોકો એવી દલીલ કરે છે કે માતા પિતા એ તમારું લાલન પાલન કરી ને તમને મોટા કર્યા એ એમની ફરજ હતી , ચોક્કસ હતી એ એમની ફરજ , પણ એક વાર સ્વયં વિચારજો કે એમણે જેટલું કર્યું તમારા માટે શું એ બધું કરવું એમની ફરજ હતી જ ? બાકી કહેવાય છે જ્યારે પોતાના પર વીતે ત્યારે જ સમજ માં આવે છે , ને જેવું કરો તેવું ભરો. શું આપણે એમને કરેલા ત્યાગ નો આભાર પ્રગટ કરી ને તેમનું અપમાન નહીં કરતા ? અગર એમને કરેલા ત્યાગ નો આભાર પ્રગટ કરવો જ છે તો એમને રોજ માન સન્માન આપો , એમને તમારો સમય આપો, એમની કાળજી લ્યો , એમની  હર જરૂરત ને સમજી ને તેમને પૂરી કરો. મિત્રો પોતાના માતા પિતા ના દિલ ના અરમાનો ને એક વાર સમજી ને એમને પુરા કરવાની કોશિશ તો કરો ,…